(એમ.એમ.ન્યુઝ-મોરબી)
મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશ અગ્રીમ હરોળમાં રહેનાર યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાઘપરા, વજેપર, કાલીકા પ્લોટ મેઈન રોડ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરીને આ વિસ્તારમાં લોકોને કોરોનાવાયરસ નો ચેપ ન લાગે તે માટે સેનીટાઇઝ ની કામગીરી હાથ ધરી હતી. મળેલી વિગત મુજબ મોરબીમાં રાષ્ટ્રભાવના ની પ્રવૃત્તિ, લોકસેવાની પ્રવૃત્તિ, જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ માં હર હંમેશા અગ્રીમ હરોળમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપે હાલ કોરોનાવાયરસ ના કહેરમાં કોઈ લોકોને તેનો ચેપ ન લાગે તે માટે દવાનો છંટકાવ કરીને વજેપર, વાઘપરા, કાલીકા પ્લોટ મેઇન રોડને સેનિટેશન કર્યો છે. અને કબીર ટેકરી વિસ્તારમાં ભાડા ની ઓરડી માં રહેતા પરપ્રાંતિય મજૂરો માં આ યંગ ઇન્ડિયા ગ્રુપે બબ્બેવાર રેશન કીટનું વિતરણ કર્યું છે. કબીર ટેકરી વિસ્તારમાં ૨૦૦ થી વધુ મજૂરો ભાડા ની ઓરડી માં રહે છે. આ મજૂરોને પ્રથમ લોકડાઉન ના સમયમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ ઓરડી ના માલિક યોગેશ અગેચણીયા એ ઓરડી ના ભાડા માફ કરીને જરૂરી સહાયતા કરી હતી. જ્યારેલોકડાઉન લંબાતા આ મજુર પરિવારોને ફરીથી રેશન ની જરૂર પડી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપે ફરીથી ચાર દિવસનું રેશનકીટ દરેક મજૂર પરિવારને પહોંચતું કર્યું હતું .આ સત્કાર્યોમાં ઇન્ડિયા ગ્રુપના સ્વયંસેવકોનો સિંહ ફાળો રહ્યો છે તેથી જ આવી સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરી શકાય છે. તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના સુપ્રીમો દેવેનભાઇ રબારીએ જણાવ્યું હતું.
(એસ.બી.પટેલ- પત્રકાર મોરબી)