કૌટુંબીક ભાઈઓ સાથે એક વર્ષ પૂર્વે થયેલી માથાકૂટ સબબ ખૂની હુમલો:બેને સારવાર માટે રાજકોટ ખસેડાયા.
માળીયા માં આજરોજ થયેલ હત્યાના બનાવની જાણ થતાં પોલીસ તાકીદે હોસ્પિટલ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો યુવકને એકાદ વર્ષ પૂર્વે તેના છે કૌટુંબિક ભાઈઓ સાથે ઝઘડો થયો હોય તે બાબતની અદાવત સબક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.હત્યાના આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ માળિયા-મિયાણાના કોબ વાંઢ વિસ્તારમાં રહેતા અનવર હબીબભાઈ જામ તથા ગુલામ હુશેન ઉર્ફે કારા ઈશા માલાણી બને ધરેથી નીકળ્યા હતા ત્યારે મામલતદાર ઓફીસ નજીક કરીમ ઈશા જામ અને દાઉદ ઈશા જામ સાથે જુના મનદુખના કારણે બોલાચાલી થતા ચારેય વ્યકતિ સામે સામે ધોકા છરીથી ઝગડો થતા હુમલામાંઅનવર હબીબ જામ ને છરીની ગંભીર ઈછા થતા સારવાર મળે તે પહેલા મૃત્યુ નીપજ્યુ હતુ જયારે તેની સાથે રહેલા કારો ઉર્ફે ગુલાભ હુશેન માલાઢીને ગંભીર ઈજા થતા રાજકોટ રીફર કરાયો હતૉ તેમજ સામાપક્ષે બન્ને વ્યકિતને પણ ગંભીર ઈજા થતા કરીમ ઈશા જામ અને દાઉદ ઈશા જામને પણ રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા